નરકાસુર વધની કથા
અસુર નરકાસુરે ત્રણેય લોકમાં આતંક મચાવી ૧૬,૧૦૦ કન્યાઓને કેદ કરી હતી. ફક્ત સ્ત્રીના હાથે જ તેનો વધ થઈ શકે તેવું વરદાન હતું. ભગવાન શ્રીકૃષ્ણે પત્ની સત્યભામા સાથે મળી તેનો વધ કર્યો. મરતી વખતે નરકાસુરે પ્રાર્થના કરી કે આ દિવસે શોક નહીં પણ આનંદ અને દીપ પ્રગટાવી ઉજવણી થાય.
